Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ સ્પેનમાં ઇન્ટરપાર્લીયામેન્ટમાં ભાગ લેશે

સાંસદ પૂનમબેન માડમ સ્પેનમાં ઇન્ટરપાર્લીયામેન્ટમાં ભાગ લેશે

જામનગર અને ખંભાળિયાના સાંસદ કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

- Advertisement -

જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઇન્ટરપાર્લીયામેન્ટ સેશનમાં ભાગ લેવા માટે સ્પેન જવા રવાના થયા છે. આ દરમિયાન સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે.

- Advertisement -

સ્પેન ખાતે યોજાનારા ઇન્ટરપાર્લીયામેન્ટ યુનિયન સેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જામનગર સાંસદ પૂનમબેન માડમની પસંદગી થતાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ સ્પેન ખાતે સેશનમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થયા છે. તા. 30-11-21 સુધી સાંસદ ઇન્ટરપાર્લીયામેન્ટ યુનિયન સેશનમાં સ્પેન ખાતે હાજર રહેનાર હોવાથી આ દિવસો દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. આઇ.પી.યુ. સેશન દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય પોસ્ટ ઓફિસ રોડ (ફોન : 0833-233388)નો સં5ર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular