જામનગર જિલ્લામાં થયેલા અતિભારે વરસાદથી શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. લાલપુર તાલુકામાં થયેલ અતિભારે વરસાદને કારણે નુકસાની અંગે સાંસદ દ્વારા મુલાકાત લઇ અસરગ્રસ્તો પાસેથી નુકસાનીની વિગતો મેળવી હતી.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા લાલપુર તાલુકાની મુલાકાત લીધી હતી અને નુકસાની અંગેની વિગતો મેળવી અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા તથા આરોગ્ય વિષયક કામગીરી તાકિદના ધોરણે શરુ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
સાંસદની આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ગામના સરપંચ જયેશભાઈ તેરૈયા, જિ.પં. બાંધકામ સમિતિ ચેરમેન કે.બી. ગાગીયા, તા.પં પ્રમુખ ધનાભાઈ કાંમબરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરસીભાઈ કરંગીયા, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડિયા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.