Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં વિચારો રજુ કરતા સાંસદ પૂનમબેન

ઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં વિચારો રજુ કરતા સાંસદ પૂનમબેન

- Advertisement -

જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજીત 144મી ઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં ભારતના પાર્લિયામેન્ટરી ડેલિગેશનના સભ્ય તરીકે ભાગ લેવા ગયા છે.

- Advertisement -

જેમાં સાંસદ પૂનમબેન એ મહિલા સશક્તિકરણ અને તે કેવી રીતે શાંતિ પ્રક્રિયાઓ સાથે જોડાયેલ છે તેના પર વિચારો રજૂ કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આપણા દેશની પ્રગતિને શેર કરવી એ સન્માનની વાત છે. આ પ્લેટફોર્મ વિશ્વભરના સાંસદોના મંતવ્યો સાંભળવાની ઉત્તમ તક પણ પ્રદાન કરે છે. તેમ પૂનમબેન એ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઇ સ્પેઇન ખાતે યોજાયેલ 143ની કોન્ફરન્સમાં પણ સાંસદ ભાગ લઇ ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular