શ્રીકૃષ્ણ કર્મભૂમિ દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ, સનિષ્ઠ અને પ્રેરક કાર્યકર્તા તેમજ સંઘના પ્રચારક, આજીવન સેવા અને સાદગીના ભેખધારી ધર્મ તથા સંસ્કૃતિના પથદર્શક હરિભાઈ આધુનિક (હરિબાપા)નું નિધન થયું છે. હરીભાઈના નિધનથી હાલારના સાંસદ પૂનમબેન માડમે ઘેરો શોક અનુભવ્યો છે અને સાંસદ પૂનમબેન માડમે હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ તકે સાંસદ પૂનમબેને પ્રાર્થના કરી હતી કે, ‘પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને દિવ્યગતિ અને સ્વજનોને-સમર્થકોને આ દૂ:ખ સહન કરવાની શકિત અર્પે’.