બાળદર્દી ધૈર્યરાજસિંહ રાઠોડ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો હોય. તેની સારવાર માટે જંગી રકમની જરૂરિયાત હોય અનેક સામાજિક સંગઠનો સહિતના લોકો દ્વારા તેના માત્ર ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજરોજ તેની સહાય રૂપે રૂા. 51,000નો ચેક અર્પણ કર્યો છે અને આ ગંભીર બિમારીથી પિડાતા બાળદર્દીને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે.
જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ આજરોજ ગંભીર બિમારીના ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડની તબીબી સારવાર માટે 51,000નો ચેક અર્પણ કરવાની સાથે આ બાળદર્દીની સહાય માટે સૌને નમ્ર અપીલ સાથે આહવાન કર્યુ હતું. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ દ્વારા પી.એમ. રીલીફ ફંડ અને સી.એમ. રીલીફ ફંડમાંથી સહાય મળે તે માટે પણ પત્ર લખી ભલામણ કરી છે.