Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દુબઇ એક્સ્પોમાં જવા રવાના

સાંસદ પૂનમબેન માડમ દુબઇ એક્સ્પોમાં જવા રવાના

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમ દુબઇ ખાતે આયોજિત દુબઇ એક્સ્પોમાં જવા રવાના થયા છે. આ દરમિયાન જામનગર તથા ખંભાળિયાના કાર્યાલય રાબેતા મુજબ ચાલુ રહેશે.

- Advertisement -

દુબઇ ખાતે યોજાયેલ એક્સ્પોમાં મુલાકાત માટે સંસદસભ્ય પૂનમબેન માડમ દુબઇ જવા રવાના થયા છે. સમગ્ર યાત્રા અને પ્રવાસ દરમિયાન તેઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી ભારતીય તથા વિવિધ દેશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેશે. પ્રદેશના ઔદ્યોગિક અને વ્યાપાર વૃધ્ધિ માટે વિચારોનું આદાન-પ્રદાન કરશે અને તેઓ તા. 5-1-22ના પરત ફરશે. આ દિવસો દરમિયાન જામનગરમાં મળી શકશે નહીં. પરંતુ જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્ક્વેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય પોસ્ટ ઓફિસ રોડ (ફોન 02833-233388)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular