પોરબંદર તાલુકાના બળેજ મઢ ખાતે માતાજીના પુંજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતાં અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો તેમજ તેમણે ભૂવા આતા જેઠા આતાના આશીર્વાદ પણ મેળવ્યા હતાં. આ તકે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, માણાવદર નગરપાલિકાના સદસ્ય દિલીપભાઈ રાડા, બાટવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ મોરી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઇ મોરી, દિનેશભાઈ રબારી, ગિરીશભાઈ ગરચર, સચિનભાઈ રબારી અને રબારી સમાજના અન્ય આગેવાનઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા.