ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે અત્યાર સુધી કંઈપણ બરાબર થયું નથી. ફ્રેન્ચાઇઝીએ આ સિઝનમાં 5 વખત ટાઇટલ જીતનાર રોહિત શર્માની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. પરંતુ મુંબઈના ચાહકોને આ પસંદ નથી આવ્યું અને તેઓ પંડ્યાને સતત ટ્રોલ કરી રહ્યા છે.આ દરમિયાન મુંબઈ તેની પ્રથમ ત્રણ મેચ પણ હારી ગયું છે. એટલે કે ટીમ જીતનું ખાતું ખોલાવી શકી નથી. ત્યારે હવે ક્રિકબઝના એક શોમાં આ વિશે વાત કરતી વખતે ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ મોટું નિવેદન આપ્યું છે. તિવારીની વાત સાંભળીને સેહવાગ ચોંકી ગયો હતો તિવારીએ કહ્યું કે, મુંબઈ હવે તેની આગામી મેચ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી પાસે લાંબો બ્રેક છે અને આ સમય દરમિયાન તેઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ફ્રેન્ચાઇઝી ફરીથી રોહિતને કેપ્ટનશિપ સોંપી શકે છે.આઈપીએલની વર્તમાન સીઝન બાદ રોહીત શર્મા મુંબઈ ઈન્ડીયન સાથે છેડો ફાડે તેવી શકયતા છે. હાર્દિક પંડયાની કેપ્ટનશીથી રોહીત ખુશ નથી. વર્તમાન ટુર્નામેન્ટમાં મુંબઈ ત્રણેય મેચ હારી ગયુ છે. ટીમમાં આંતરીક ધમાસાણની ચર્ચા છે.કેપ્ટન તરીકેના હાર્દિકનાં કેટલાંક નિર્ણયોની ટીકા થઈ રહી છે ત્યારે હવે એવા સંકેત મળ્યા છે કે વર્તમાન આઈપીએલ પૂર્ણ થયા બાદ રોહીત શર્મા મુંબઈ ઈન્ડીયન્સમાંથી નિકળી જશે સુત્રોએ કહ્યું કે રોહીતને હાર્દિકની કેપ્ટનશીપ સ્ટાઈલ પસંદ નથી મેદાન તથા ડ્રેસીંગ રૂમમાં પણ તેના કારણે વાતાવરણ બગડયુ છે.