દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાગડિયા ગામમાં રહેતા પ્રૌઢાએ ઘણાં સમયથી પુત્રીની માનસિક બીમારીથી વ્યથિત થઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નાગડિયા ગામે રહેતા માલીબેન કરસનભાઈ કારાવદરા નામના 55 વર્ષના મહિલાએ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાની પુત્રી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર હોય દવાથી પણ તેણીને સારું ન થતું હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ અરભમભાઈ કારાવદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.