ભાણવડના ધારાગઢ ગામે ખેતર માંથી ઢોર હાંકવા બાબતે ત્રણ શખ્સોએ માતા અને તેના બે પુત્રો ઉપર હુમલો કર્યાની રાવ ભાણવડ પોલીસ મથકમાં નોધવામાં આવી છે.
ભાણવડના ધારાગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ જેઠાભાઈ કરમુર નામના 24 વર્ષીય યુવકના ખેતરમાં આ જ વિસ્તારમાં રહેતા અસગર ઓસમાણભાઈ સેઠાના ઢોર આવી જતા આ ઢોરને ભરતભાઈ તેમના ભાઈ અને માતાએ હાંકી કાઢયા હતા. આ બાબતનો ખાત રાખી અસગર ઓસમાણભાઈ સેઠા તથા અન્ય બે શખ્સોએ મહિલાના વસના ભાગે ખરપીયાનો ઘા મારી તથા તેના દીકરા ભરતભાઈ અને તેમના ભાઈ ઉપર પણ ખરપીયા વડે હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં ત્રણે શખ્સોએ માતા પુત્રને છરી બતાવી જીવલેણ ધમકીઓ આપતા સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે ત્રણે શખ્સો વિરુધ આઈપી કલમ 323,324,504,506(2),114 તથા જીપી એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાયર્વાહી હાથ ધરી છે.