જામનગર શહેરમાં મયુરનગર ત્રણ માળિયા આવાસમાં રહેતી મહિલા તેની 12 વર્ષની પુત્રી સાથે ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતાં લાપતા માતા-પુત્રીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર આવાસમાં બ્લોક નં.24 અને રૂમ નં.15 માં રહેતા ઝરીનાબેન અશરફ બાબવાણી નામના પ્રૌઢાની પુત્રી રેશ્માબેન (ઉ.વ.35) નામની મહિલાને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા ગત તા.20 ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં તેની પુત્રી મહેક (ઉ.વ.12) સાથે ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલ રેશ્માબેન તથા કાળા કલરનો ડ્રેસ પહેરેલ મહેક નામના માતા-પુત્રીની જાણ થાય તો તપાસનીશ હેકો કે.જે. જાડેજા મો.98795 91923 નંબર ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.