એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા તથા કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા અંદાજે 500થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થા ખાતેના તમામ ફેકલ્ટી, ટ્યુટર, એસ.આર, રેસિડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, મહાનગરપાલીકાનો તમામ તબીબી સ્ટાફ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રોફેસર અને મેડિસન વિભાગના વડા ડો.મનીષ મહેતા, અધિક ડીન અને નોડલ ઓફિસર ડો. એસ. એસ.ચેટરજી, એસો.પ્રોફેસર-મેડિસન અને નોડલ ઓફિસર ડો.બી.આઈ.ગોસ્વામી, બાળ રોગ નિષ્ણાંત ડો.નમ્રતા મકવાણા, લેબોરેટરી નિષ્ણાંત ડો.પુષ્પા કટેસિયા, પી.એસ.એમ. વિભાગ નિષ્ણાંત ડો.કપિલ ગંધા, બાળ રોગ વિભાગના વડા ડો.ભદ્રેશ વ્યાસ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા વિશે વિગતવાર માહિતી આપી હતી.
જામનગર મહાનગરપાલીકાના એમ.ઓ.એચ. ડો.ગોરી તથા તેમની ટીમ તથા જિલ્લા પંચાયતમાંથી ઉજઘ તેઓની ટીમ સાથે તાલીમ દરમિયાન હાજર રહ્યા હતા. તથા તેઓ દ્વારા કોલેરા અંગે કરવામાં આવતી કામગીરી વિશે તમામને માહિતી આપી હતી.