Monday, November 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 24 હજારથી વધુ પશુઓનું રસિકરણ કરાયું

જામનગર જિલ્લામાં 24 હજારથી વધુ પશુઓનું રસિકરણ કરાયું

પશુઓમાં લમ્પિ રોગ જોવા મળે તો હેલ્પલાઇન તથા પશુ દવાખાનાનો સંપર્ક કરવા જિલ્લા પંચાયત પ્રમુખનો અનુરોધ

- Advertisement -

જામનગર જિલ્લામાં ગાયોમાં ફેલાઇ રહેલ લમ્પિ રોગ પર નિયંત્રણ લાવવા જિલ્લા પંચાયત તંત્ર દ્વારા રસિકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ જણાવ્યું હતું કે, જામનગર શહેરી વિસ્તારમાં 7844 તથા ગ્રામ્ય વિસ્તારમાં 16317 મળી કુલ 24161 પશુઓને રસિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પશુઓમાં લમ્પિ રોગ જોવા મળે તો તેની સારવાર માટે પશુપાલકો તથા જાગૃત નાગરિકોએ 1962 હેલ્પલાઇન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે.

- Advertisement -

જિલ્લામાં ગાયોમાં જવા મળી રહેલ લમ્પિ રોગને નિયંત્ર લાવવા જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે. ગામડે-ગામડે જ્યાં જ્યાં ફરીયાદો-રજૂઆતો આવે છે ત્યાં તાત્કાલિક અસરથી રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.

આજદિન સુધીમાં જામનગર શહેરી વિસ્તારમા 7844 તથા જામનગર ધ્રોલ, જોડીયા, કાલાવડ તથા જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારકમાં 16717 મળીને કુલ 24161 પશુઓને રસીકરણ કરાયું છે. જિલ્લામાં જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે તેમ જિલ્લા પશુપાલન અધિકારી ડો. અનિલ વિરાણીએ જણાવ્યું હતું. પશુમાં લમ્પી વાયરસના લક્ષણો જણાય તો 1962 હેલ્પલાઇન અથવા નજીકના પશુ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા પણ પશુપાલકોને અનુરોધ કરાયો છે.

- Advertisement -

લમ્પી સ્કીન ડીસીસ રોગ વિશે

જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નાના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા છતરડીથી ફેલાઇ છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

- Advertisement -

રોગના લક્ષણો

રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડીયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે, પશુને તાવ આવ છે. પશુ ખાવાનું ઓછુ કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે. પશુઓને દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે. રોગિષ્ઠ પશુઓ પોતાના શરીરની રોગ પ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડીયામાં સાજુ થઇ જાય છે. રોગચાળો ફેલાવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુદર ખૂબ જ ઓછો 1 થી 2 ટકા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફલાતો નથી.

રોગચાળાને કાબુમાં લેવાના પગલા

આ રોગચાળાને કાબુમાં લેવા માટે બિમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા, પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

રસીનો આવશ્યક જથ્થો ઉપલબ્ધ ન હોય તો જિલ્લા પશુપાલન નાયબ નિયામક અનિલ વિરાણીને તાત્કાલિક અસરથી રસીની ખરીદી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરવા જિ.પં. પ્રમુખે સૂચના આપી દીધી છે. રસીના વાંકે ગાયોના રસીકરણ અટકરશે નહીં. ઝુંબેશ ચાલુ જ છે.

જ્યા સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહીં ત્યાં સુધી ઝુંબેશના સ્વરુપે પશુ સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. જેથી તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ છે કે, આ રોગની સારવાર માટે તાત્કાલિક 1962 હેલ્પલાઇન, નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જિ.પં. પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાની યાદી જાણે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular