Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતના સંરપંચોને 1.87 કરોડથી વધુની ગ્રાંટ...

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતના સંરપંચોને 1.87 કરોડથી વધુની ગ્રાંટ ફાળવાઈ

1219 લાખના ખર્ચે 789 કામો તથા 66 આવાસોનું લોકાર્પણ- ખાતમુહુર્ત કરાયું

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાના અધ્યક્ષ સ્થાને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા 1219 લાખના ખર્ચે 789 કામો તથા 66 આવાસોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું તેમજ સમરસ ગ્રામ પંચાયતના સંરપંચઓને ૧ કરોડ ૮૭ લાખ ૭૫ હજારની ગ્રાંટ ફાળવાઈ હતી.

- Advertisement -

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીના દાયકાઓ પછી વર્ષ ૧૯૯૫ બાદ ગુજરાતમા સુશાસનની ઝલક દેખાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના પંથે ગતિશીલ બનાવ્યું અને તબક્કાવાર ગુજરાતના મુખ્યમંત્રીઓએ ગુજરાતની વિકાસની ગતિને વેગ આપ્યો.સુશાસનના માધ્યમથી સરકાર આપણા દ્વારે આવી છે. સરકારી કામ માટે ધક્કા ખાવા, સમય બગાડવો એ બાબત હવે ભૂતકાળ બની છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી આગળ વધી રહેલી સરકાર ભારત માતાને વૈભવના પરમ શિખર પર લઈ જવાની કામના સાથે આગળ વધી રહી છે.

- Advertisement -

કાર્યક્રમ અંતર્ગત 962.22 લાખના 672 કામોનું ખાત મુહુર્ત તેમજ 250.52 લાખના કુલ 116 કામોનું 15મા નાણાપંચ હેઠળ લોકાર્પણ કરવામા આવ્યું હતું તેમજ સી.ડી.પી.- 5 હેઠળ રૂ. 13.86 લાખના ખર્ચે જાલીયા દેવાણી ગામના નવીન પંચાયત ધર, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના 37 લાભાર્થીઓના આવાસોનું ખાતમુહુર્ત તેમજ 29 લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા સમરસ ગ્રામ પંચાયતના 34 મહિલા તથા પુરૂષ સરપંચઓને રૂ.1 કરોડ 87 લાખ 75 હજારની ગ્રાંટ ફાળવાઈ હતી. તેમજ રૂ.7 લાખના ખર્ચે લાલપુર તાલુકા ગામે આગણવાડી કેન્દ્રનું ખાત મુહુર્ત કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તેમજ કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયાએ કરી હતી.તેમજ કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગીયા જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, તાલુકા ભાજપ પ્રમુખ મુકંદ સભાયા તેમજ સરપંચઓ તથા બહોળી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular