જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક હિન્દુનું ટાર્ગેટ કિલિંગ થયું છે. પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ 40 વર્ષના કાશ્મીરી પંડિતની સ્થાનિક બજારમાં ગોળી મારીને ઘાતકી હત્યા કરી હતી. ચાલુ વર્ષે કાશ્મીરમાં લઘુમતી સમુદાયના સભ્ય પર થયેલો આ પહેલો હુમલો હતો. ગયા વર્ષે નાગરિકો પર કુલ 30 હુમલો થયા હતા, જેમાં 18 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે એટીએમ ગાર્ડ તરીકે કામ કરતા સંજય શર્માને સવારે 11 વાગ્યે પુલવામા જિલ્લાના અચાન વિસ્તારમાં તેમના નિવાસસ્થાનથી માંડ 100 મીટરના અંતરે પોઈન્ટ-બ્લેન્ક રેન્જથી છાતીમાં ગોળી મારવામાં આવી હતી. શર્માને તાકીદે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ તેમનું મોત થયું હતું.