Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતઅવિરત મેઘવૃષ્ટિ, હજુ ભારે વરસાદની આગાહી

અવિરત મેઘવૃષ્ટિ, હજુ ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ : જેતપુરપાવીમાં સૌથી વધુ 8.25 ઇંચ વરસાદ : ઓરસંગ નદી બે કાંઠે : સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની સંભાવના

- Advertisement -

રાજ્યમાં ચોમાસાના ચોથા રાઉન્ડમાં વરસાદનું જોર ફરી વધતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના કોટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે બે કલાકમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે છેલ્લા 2 કલાકમાં સુરતના પલસાણામાં 1 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે.

- Advertisement -

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમા સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના સહિતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા પ્રમાણે, 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 8.36 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 7.8 ઇંચ, જાંબુધોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે થઇ છે.

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થયુ હતું ત્યારે હવે ચોથા રાઉન્ડની શરુઆતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 76.62 ટકા વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય ઉત્તર ઝોનમાં 62.84 ટકા અને દક્ષિણ ઝોનમાં 66.78 ટકા તેમજ મધ્ય ઝોનમાં સૌથી ઓછો 58.98 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજયના 206 જળાશયો પૈકી 85 જળાશયો હાઈએલર્ટ પર છે છે તો 21 જળાશયો એલર્ટ પર જ્યારે 17 જળાશયો વોર્નિંગ પર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular