મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલને રિનોવેટ કરી ખુલ્લો મૂકયા બાદ ગઇકાલે રવિવારે સર્જાયેલી હૃદયદાવક દુર્ઘટનામાં મોતનો આંકડો 143એ પહોંચી ગયો છે. હજૂ પણ સંખ્યાબંધ લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
આ કરૂણ દુર્ઘટનાના પગલે આખુ ગુજરાત શોકમાં ગરકાવ થઇ ગયું છે. મોરબી શહેરમાં આજે શોકમય બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય-સામાજિક, સરકારી સહિતના તમામ જાહેર કાર્યક્રમો રદ્ કરી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ ટુકડીઓ દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન બાદ હજૂ સવારે પણ રાહત અને બચાવની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે.