હાલ ગુજરાતભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં 78 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે ખાનગી કોવીડ હોસ્પિટલ પણ હાઉસફૂલ થઇ છે. ત્યારે 100 બેડની સરકારી હોસ્પિટલમાં પણ માત્ર 22 જ બેડ વધ્યા છે. જે સ્થિતિ ચિંતાજનક કહેવાય. તેવામાં મોરબીની સિરામિક ફેક્ટરીના શ્રમિકો ફેક્ટરીમાં જ સારવાર લઇ રહ્યા છે તે વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.
કેપ્શન સિરામિકના થોડાક શ્રમિકોની તબીયત લથડી હતી પરિણામે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતા મોરબીની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી શ્રમિકોને ફેક્ટરીમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. ચાર જેટલા આ શ્રમિકોનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. દર્દીઓને હાલ ફેક્ટરીમાં સારવાર અપાઈ રહી છે. મોરબી શહેરની હોસ્પિટલો હાઉસફુલ હોવાનું અને મોરબીનાં દર્દીઓને રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં મોરબીમાં કુલ 213 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.