Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVideo : અષાઢી પ્રથમ સોમવારે થઈ ચોમાસા અંગેની આગાહી...

Video : અષાઢી પ્રથમ સોમવારે થઈ ચોમાસા અંગેની આગાહી…

આમરા ગામમાં 400 વર્ષથી ચાલતી પ્રથા : રોટલાની દિશા પરથી નકકી થયો વરસાદનો વરતારો

- Advertisement -

ચોમાસાની શરૂઆતની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆત અને આવનારા વરસાદ અંગે આગાહી કરવામાં આવતી હોય છે. પરંતુ જામનગરના આમરા ગામના ખેડુતોમાં વરસાદનો વરતારો નકકી કરવા માટે અનોખી પ્રથા કરાય છે.

- Advertisement -

આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
ચોમાસું કેવું રહેશે? તેના માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે.
જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.

- Advertisement -

આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.

હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌ કોઈને ઈંતજાર છે કે વરસાદ કયારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા આજના દિવસે કરવામાં આવેલા વરતારાનું માનીએ તો આજે જે રોટલા ફેંકવામા આવ્યા તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. ગામલોકોના મતે આ વર્ષ સારુ રહેશે.

- Advertisement -

એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જો કે, આજે વર્ષો બાદ આસપાસના ગામલોકો અહીં નથી પહોંચતા, પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે..

આ વર્ષે ભમરીયા કુવામાં રોટલાની દિશા જોઇને ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ હતી. તેમની શ્રધ્ધા છે કે માતાજી તેમને વરસાદની આગાહી આપે છે. આ વર્ષે રોટલાની દિશા સૂચવે છે કે 102 % વરસાદ થશે જામનગરમાં જે મુજબ ખેડૂતો વાવણી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular