ઓગસ્ટ મહિનામાં આકરી ગરમીનો પ્રકોપ સહન કર્યા બાદ સપ્ટેમ્બરમાં પણ લોકોને ગરમીથી રાહત મળતી દેખાઈ રહી નથી. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે જેના કારણે આજે મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી બિહારના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જે વિસ્તારોમાં આજે વીજળી પડવાની સંભાવના છે ત્યાં રહેતા લોકોને પણ ચેતવણી અપાઈ છે. જ્યારે દિલ્હી-એનસીઆર સહિત પંજાબ અને હરિયાણાના લોકો માટે પણ કોઈ સારા સમાચાર નથી, અહીંના લોકોએ વધુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. અહીં પવન ફૂંકાઈ રહ્યો છે, આકાશ પણ વાદળોથી ઢંકાયેલું છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર અહીં 7-8 સપ્ટેમ્બરથી ફરી વરસાદી મોસમ છવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાયું છે. મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીક છે. તે યુપીના વારાણસી, છત્તીસગઢના અંબિકાપુર અને ઓડિશાના ઝારગુડા માંથી પસાર થાય છે. પછી દક્ષિણપૂર્વ તરફ લો પ્રેશર વિસ્તારના કેન્દ્ર તરફ આગળ વધે છે, જેના કારણે અહીં વરસાદની સંભાવના છે.આઇએમડીના અનુમાન મુજબ, ખઙ ના પૂર્વ ભાગમાં રીવા, શહડોલ, જબલપુર અને સાગર જિલ્લામાં આજે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજધાની ભોપાલમાં આજે વરસાદની સંભાવના છે. પર્વતીય હિમાચલ પ્રદેશ અંગેના અપડેટમાં આઇએમડીએ કહ્યું કે મંગળવારે ચંબાના સાચ પાસમાં હિમવર્ષા થઈ હતી.