જામનગર શહેરના બેડી ગેઈટ પાસે આવેલ વાણંદ શેરીમાં રહેતાં વેપારી યુવાને દોઢ વર્ષ પહેલાં લીધેલી રકમની વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા નાણાંની ઉઘરાણી માટે પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડી ગેઈટ પાસે વાણંદ શેરીમાં રહેતાં વેપારી યુવાન નિશીત મજીઠીયાએ ટાઉનહોલ સામે આવેલા શ્રીધન એપાર્ટમેન્ટમાં રહેતાં રાજુભાઈ ગોહિલ પાસેથી દોઢ વર્ષ પહેલાં ત્રણ લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ 14 મહિનામાં વ્યાજ સહિત રૂા.8,40,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા આ મૂળ રકમની ઉઘરાણી માટે વેપારી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.બી. હિંગરોજા તથા સ્ટાફે રાજુ ગોહિલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.