આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદી અયોધ્યા પહોંચ્યા હતા. એરપોર્ટથી પ્રધાનમંત્રી મોદીનો 8 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. 8 કિમીના અંતરમાં માત્ર રામના મંત્રો અને સ્તુતિઓ ગુંજી રહી છે. ધર્મપથથી લતા ચોક પછી મોદી રોડ શો થઈને રામ પથ પહોંચ્યો હતો. 51 જગ્યાએ પીએમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 23 સંસ્કૃત શાળાઓના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થી વેદ મંત્રો અને શંખ નાદ સાથે સ્વાગત કરી રહ્યા છે. મોદીનો કાફલો અયોધ્યા ધામ જંકશન પહોંચ્યો હતો. મોદી આ નવા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ પછી મોદી મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ અહીં મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યુ હતું. બંને સ્થળને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યાં છે. આ સિવાય પીએમ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
રોડ શો દરમિયાન 51 સ્થળે પીએમનું સ્વાગત કરવામાં આવ્યું. 23 સંસ્કૃત શાળાના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થીઓ 12 સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કર્યું. ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે.
મોદી ત્રીજી વખત રામ નગરી પહોંચ્યા છે. પ્રથમ વખત, તેમણે 5 ઓગસ્ટ, 2020 ના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો. આ પછી, 23 ઓક્ટોબર, 2022ના રોજ દીપોત્સવમાં ભાગ લીધો. અયોધ્યા મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ દેશના જુદા-જુદા સ્ટેશનો પરથી દોડતી છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પીએમના સ્વાગત માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા છે.