વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. પીએમએ તિરુપતિ મંદિરની પોતાની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું – ’તિરુમાલાના શ્રી વેંકટેશ્ર્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’ પ્રધાનમંત્રીએ કાર્તિક પૂર્ણિમા અને દેવદિવાળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન તે ગઈકાલે રાત્રે (26 નવેમ્બર) તિરુપતિ પહોંચી ગયા હતા. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને, તિરુપતિ દેવસ્થાને જાહેરાત કરી છે કે VIP દર્શન 27 નવેમ્બરે રદ રહેશે.