વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિર પહોંચ્યા હતા. રવિદાસ મંદિરમાં દર્શન કર્યાં બાદ પીએમ મોદીએ ઉપસ્થિત મહિલાઓ સાથે કીર્તનમાં ભાગ લીધો હતો અને તેમણે કરતાલ પણ વગાડ્યું હતું. પીએમ મોદીએ રવિદાસ મંદિરમાં કરતાલ વગાડ્યું હતું.પીએમ મોદીએ રવિદાસ મંદિરમાં ભક્તો સાથે ભજનમાં ભાગ લીધો હતો, સાથે કરતાલ પણ વગાડ્યું હતું.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022
પીએમ મોદીએ મંગળવારે જ કહ્યું હતું કે તેઓ દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરૂ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચશે. મોદીએ કહ્યું હતું કે તેમણે અહીં લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાં. આ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જોડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ રવિદાસ જયંતીના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની બુધવારે વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજના જન્મસ્થળનાં દર્શન કરશે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, બુધવારે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતી છે. તેમણે સમાજમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે. સંત રવિદાસ 15મીથી 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા હતા અને તેમના ભજન ગુરૂ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમાના રોજ ઊજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે.