Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરVideo : ધારાસભ્ય રીવાબા જાડેજાએ આશુતોષ ભગવાનની પૂજા કરી

Video : ધારાસભ્ય રીવાબા જાડેજાએ આશુતોષ ભગવાનની પૂજા કરી

ધારાસભ્યે આ પાલખી યાત્રામાં જોડાવા માટે જામનગરની જનતાને આહવાન કર્યું : શહેરના 11 દંપતી દ્વારા પૂજા-અર્ચના કરાઇ

આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે છોટીકાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં છેલ્લાં 41 વર્ષથી શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે આ વખતે 42 મા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા યોજાનારી આ ભગવાન આશુતોષની રજત મઢીત પાલખી અને તેનું પૂજન આજે સવારે રામદૂત હનુમાનજી મંદિરે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -

શહેરના 11 દંપતીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાવાઈ હતી અને સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવાની તૈયારી કરવામાં આવી હતી.
આ પૂજા-અર્ચનાનો લાભ જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લાભ લીધો હતો અને જામનગરની જનતાને આ પાલખીયાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું હતું. આ તકે ભાજપા શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો સુભાષભાઈ જોષી, અલ્કાબા જાડેજા અને રઘુવંશી અગ્રણી તેમજ બાલા હનુમાન મંદિરના જીતુભાઈ લાલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહેરના અનેક શિવભકતો આ પૂજામાં જોડાયા હતાં.
મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ અને તેમની પૂરી ટીમ દ્વારા આ પૂજા વિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular