જામનગર તા 20, જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના મહંત પરમ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ કે જેઓનો ગઈકાલે જન્મદિવસ હોવાથી જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગઈકાલે આંણદાબાવા સેવા સંસ્થા ની મુલાકાતે પહોંચ્યા હતા.
જ્યાં પૂજ્ય મહંત દેવપ્રસાદજી મહારાજ ના જન્મ દિવસ ને લઈને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા, અને જન્મદિવસ નિમિત્તે સૌના કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. તેઓની સાથે જામનગર શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ પણ જોડાયા હતા, અને તેઓએ પણ મહંત ના આશીર્વાદ મેળવ્યા હતા.