Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના દર્દીઓને સહાયભૂત થવા ધારાસભ્ય રિવાબાએ સંપર્ક નંબર જાહેર કર્યા

જી.જી. હોસ્પિટલના દર્દીઓને સહાયભૂત થવા ધારાસભ્ય રિવાબાએ સંપર્ક નંબર જાહેર કર્યા

આયુષ્યમાન કાર્ડ કાઢવા ધારાસભ્યના જનસેવા કાર્યાલયનો સંપર્ક કરવા પણ અપીલ

- Advertisement -

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જી.જી. હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા માટેના કોઇપણ કાર્ય માટે ઇમરજન્સી સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આયુષ્યમાન કાર્ડ નિ:શૂલ્ક બનાવવા માટે પણ ધારાસભ્ય કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -

જામનગર 78-ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના પરિવારજનોની સાનુકુળતા માટે સ્વાસ્થ્ય સેવા માટેના કોઇપણ કાર્ય માટે પ્રતિબધ્ધતા દર્શાવી ઇમરજન્સી સંપર્ક નંબરો જાહેર કરાયા છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓ અથવા તેમના પરિવારજનોને સ્વાસ્થ્ય સેવા માટે કોઇપણ કાર્ય માટે ઇમરજન્સી સંપર્ક નં. 92278 49999 તથા મો. 99250 22444 નંબર જાહેર કરાયા છે. જેનો સંપર્ક કરવાથી દર્દીઓને ઝડપી સારવાર માળી રહે તે માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે.

જેમાં ગરીબ પરિવારોને એમઆરઆઇ અને સીટી સ્કેન જેવા રિપોર્ટ નિ:શૂલ્ક કરી આપવા માટે ભલામણ તેમજ ગંભીર રોગો જેવા કે કિડની, હૃદય, કેન્સર, લિવર, થેલેસેમીયા, હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટની નિદાન અને સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ જરુરી મદદ મળી રહે તે માટે ભલામણ માટેની પણ રિવાબા દ્વારા જાહેરાત કરાઇ છે.

- Advertisement -

આ ઉપરાંત દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ નિ:શૂલ્ક બનાવવા માટે ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કાર્યાલય કુબેર એવન્યુ, પહેલે માળે, વીઆઇ ઓફિસની ઉપર, ગુરુદ્વારા ચાર રસતા, જામનગરનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular