જામનગરના વોર્ડ નં. 8ના કોર્પોરેટર દિવ્યેશ અકબરી જામનગર દક્ષિણની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ પોતાનું કોર્પોરેટર પદ છોડી દેશે કે, જાળવી રાખશે? તે અંગેનો નિર્ણય પક્ષ કરશે. તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું છે.
ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કોર્પોરેટરનું પદ છોડવા અંગે દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, આ અંગે હજૂ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કોર્પોરેટર પદ ફરજિયાત છોડવું પડે. તેવો કોઇ નિયમ કે, જોગવાઇ નથી. ત્યારે આ અંગેનો નિર્ણય મારો વ્યક્તિગત ન રહેતાં પક્ષનો બની જાય છે. ધારાસભ્ય રહેતા કોર્પોરેટરપદ જાળવી રાખવું કે નહીં? તે અંગેનો નિર્ણય પક્ષ કરશે અને પક્ષના નિર્ણય મુજબ પોતે તે મુજબનો નિર્ણય કરશે. તેમ દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેટર તરીકે રહેલા અને ત્યારબાદ ધારાસભ્ય બનેલા અનેક ધારાસભ્યોએ ભૂતકાળમાં બન્ને પદ જાળવી રાખ્યા હોવાનું સામે આવ્યું છે.