Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગર251 કુપોષિત બાળકોને દત્તક લેતાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી

251 કુપોષિત બાળકોને દત્તક લેતાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી

ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ

- Advertisement -

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના જન્મ દિવસ નિમિત્તે તા. 14 જાન્યુઆરીના જામનગર શહેરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 251 કુપોષિત બાળકોને દત્તક લઇ કુપોષણથી સુપોષણ તરફ આદર્શ પગલું ભર્યું છે.

- Advertisement -

હાલમાં જ 79 (દક્ષિણ) વિધાનસભામાં ચૂંટાયેલાા અને હાંકલ કરો ત્યાં હાજર થી લોકોની વધુ નજીક પહોંચેલા દિવ્યેશ અકબરીએ ‘પ્રથમ પાંચ ઓવરમાં સેવાનું મોટું ભાથુ’ બાંધવાની ધમાકેદાર બેટિંગ શરુ કરી દીધી છે.
79 (દક્ષિણ) વિધાસનસભામાં આવતી તમામ આંગણવાડીના 251 કુપોષિત બાળકો કે જેને જી.જી. હોસ્પિટલના ડોકટર્સ ટીમે ચકાસી/તપાસી સારવાર શરુ કરી જરુરી દવા શરુ કરાવી જેનો તમામ ખર્ચ દિવ્યેશભાઇએ ઉપાડયો તેટલું જ નહીં 251 બાળકોને ફરી પોષણયુક્ત બનાવવા માટેના ડોકટરની સૂચના મુજબના ખોરાકની ચિંતા પણ દિવ્યેશ અકબરીએ કરી છે.

ટૂંકમાં કહીએ તો ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિનો પૂર્ણ નથી થયોને સેવાનો મોટા યજ્ઞ/પ્રકલ્પ તેમણે પોતાના શીરે લઇ 251 કુપોષિત બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. જે ખૂબ જ સરાહનિય/દિશા દર્શન આપતું પગલું કહી શકાય. નરેન્દ્રભાઇ મોદીના સેવા યજ્ઞમાં નાની આહુતિ આપવાના નિર્ધાર સાથે યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તા. 14 જાન્યુઆરી ઉત્તરાયણનો સેવા/આનંદના મોટા ઉત્સવના દિવસે પોતાનો જન્મદિવસ હોય પોતાના જ રહેણાંક વિસ્તારના સંગઠનના કાર્યકર મિત્રો તેમજ વેપારી મિત્રો (વોર્ડ નં. 8 ભાજપા પરિવાર તેમજ રણજીતનગર વેપારી મંડળ)ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરી સેવા કાર્યમાં મોટી કલગી ઉમેરી છે.

- Advertisement -

આ રક્તદાન કેમ્પ વેળાએ સમગ્ર આયોજનને પ્રોત્સાહીત કરવા સવારે 9 કલાકે લેઉવા પટેલ સેવા સમાજ, રણજીતનગર ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular