Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસંસદ ઉડાવી દેવાની ધમકી આપનાર પૂર્વ ધારાસભ્યની ધરપકડ

સંસદ ઉડાવી દેવાની ધમકી આપનાર પૂર્વ ધારાસભ્યની ધરપકડ

- Advertisement -

મધ્ય પ્રદેશમાં સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમરીતેએ તેની માગણીઓ પૂરી નહીં થાય તો સંસદ ભવન ઉડાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે સંસદ ભવનમાં જિલેટિન સ્ટીક ભરેલું એક પાર્સલ પણ મોકલ્યું હતું. દિલ્હી પોલીસે આ ઘટનામાં કિશોર સમરિતે વિરુદ્ધ કેસ નોંધી ભોપાલથી તેની ધરપકડ કરી હતી. તેને બુધવારે કોર્ટ સમક્ષ હાજર કરાશે.

- Advertisement -

મધ્ય પ્રદેશમાં સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમરીતેએ પાર્લામેન્ટ હાઉસમાં એક પાર્સલ મોકલ્યું હતું, જેમાં રાષ્ટ્ર ધ્વજ, બંધારણનું પુસ્તક અને જિલેટિનની સ્ટીકની સાથે એક ધમકીભર્યો પત્ર હતો. સમરીતેએ પત્રમાં લખ્યું હતું કે, તેની માગણીઓ 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો સંસદ ભવનને બોમ્બથી ઉડાવી દઈશ. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સમરિતે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને ભોપાલથી તેની ધરપકડ કરી હતી. પોલીસ બુધવારે તેને દિલ્હી લઈ આવશે અને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

કિશોર સમરીતે સમાજવાદી પક્ષની ટિકિટ પરથી મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના લાંજી વિધાનસભા ક્ષેત્રનો ધારાસભ્ય હતો. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોમવારે તેની ભોપાલના કોલાર સ્થિત પેલેસ આર્ચેડ કોલોનીના તેમના નિવાસેથી ધરપકડ કરી હતી. વર્ષ 2008માં ધારાસભ્ય ચૂંટાયેલ સમરીતે હાલમાં સંયુક્ત ક્રાંતિ પાર્ટીનો અધ્યક્ષ છે. સમરિતેએ તેની 70 માગો પૂરી નહીં થતા પત્ર મોકલી સંસદ ભવન ઉડાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

કિશોર સમરિતે સામે 17થી વધુ ગૂનાહિત કેસો નોંધાયેલા છે. એક કેસમાં સ્પેશિયલ કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ પહેલા જૂન 2021માં પણ સમરિતેની ધરપકડ કરાઈ હતી, ત્યારે તેના પર બ્રાહ્મણ સમાજના જિલ્લાધ્યક્ષ રાજેશ પાઠકને બ્લેકમેલ કરવાનો આક્ષેપ મૂકાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular