Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમિશન 2024 : ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બનાવી નવી ટીમ

મિશન 2024 : ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બનાવી નવી ટીમ

- Advertisement -

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગાપાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે આવી રહેલી 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે બરાબરની કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવોની નવી નિયુક્તિ કરી છે.

- Advertisement -

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ છે. બીએલ સંતોષ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ રહેશે. સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.આ સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે કૈલાશ વિજયવર્ગીય અને અરુણ સિંહ, તરૂણ ચુગને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ખજાનચી અને નરેશ બંસલને સહ-ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular