લાલપુર તાલુકાના નવાગામમાં રહેતી પરીણિતા પોતાના ભાઇને રાખડી બાંધવા જવાનું કહીને લાપત્તા થયાની પોલીસમાં ગૂમનોંધ કરાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવાગામમાં રહેતી ગીતાબેન કમલેશભાઇ ભટ્ટ નામની 36 વર્ષની પરીણિતા તા. 06-08-2025ના દિવસે દરેડ ગામમાં પોતાના માનેલા ભાઇ કાનાભાઇ તુલસીભાઇ પટેલના ઘરે રક્ષાબંધનની રાખડી બાંધવા માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી. જે પરત ફરી ન હતી. આ અંગે કમલેશભાઇ ભટ્ટ દ્વારા મેઘપર પડાણા પોલીસમાં જાણ કરાતા પોલીસે ગૂમ નોંધ કરી આ પરીણિતાની શોધખોળ હાથ ધરી હતી. ગુમ થનારે ગુલાબી કલરની સાડી પહેરેલ છે. વાને ઘઉંવર્ણો વાન તથા આશરે પાંચ ફુટની ઉંચાઇ છે. અને જમણા હાથના કાંડા ઉપર ‘ૐ’ ત્રોફાવેલ છે.


