જામનગર શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં મધુવન સ્કૂલ પાસે રહેતાં પ્રતિક દયાળજીભાઈ ગોરી નામના વેપારી યુવાનની પત્ની ભારતીબેન પ્રતિક ગોરી (ઉ.વ.25) નામની યુવતી ગત તા.16 ના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં તેણીના માતાના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી. લાપતા થયેલી પત્ની અંગે પોલીસમાં જાણ કરાતા એએસઆઇ એ.જે. સિંહલા તથા સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.