જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી એકાએક લાપતા બની જતાં પરિવારજનો ચિંતિત બન્યા છે. આ મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગૂમ નોંધ કરાવાઇ છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતી પ્રભાબેન રાજેશભાઈ ખરા નામની વીસ વર્ષીય યુવતી ગત 20 જૂનના બપોરે એક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી એકાએક ગુમ થઇ ગઇ હતી. જેનો હજુ સુધી કોઈ પત્તો સાંપડ્યો નથી. પરિવારજનો દ્વારા ચોતરફ શોધખોળ કર્યા પછી પણ તેનો કોઈ પત્તો નહીં મળતાં આખરે જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગૂમ નોંધ કરાવી છે. ઉપરોક્ત યુવતિ અંગે કોઈ માહિતી મળે તો સીટી સી. ડિવિઝન પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ ગોસ્વામી (9624818143) નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.