ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની વેઈટલિફ્ટર જિયાંગ હુઈહુઆએ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત અન્ય એક ચાઈનીઝ વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ 49 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોલંબિયાના બોગોટામાં યોજાયેલી વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાની સફર સરળ નહોતી. તેણી ઈજા સાથે સંઘર્ષ કરી રહી હતી અને તેણીએ ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, સ્નેચના પ્રયાસ દરમિયાન તેણીએ એક શાનદાર બચાવ કર્યો હતો જ્યાં વજન ઉપાડતી વખતે તેનું સંતુલન ગુમાવી દીધું હતું પરંતુ આવી સ્થિતિમાં તેણે પોતાના ઘૂંટણ અને નીચેના શરીરનો સહારો લઈને પોતાના શરીર પર નિયંત્રણ રાખી દીધું હતું.
મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 200 કિલોનો વજન ઉઠાવ્યો હતો. ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઈને હરાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઝિહુઈ ક્લીન એન્ડ જર્કમાં 109 કિલો વજન જ ઉપાડી શકી અને સ્નેચમાં તેણે 89 કિલો વજન ઉચક્યું હતું. ભારતીય વેઈટલિફ્ટર ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા અને સ્નેચમાં 87 કિગ્રા વજન ઉપાડવામાં સફળ રહી હતી. ઝિહુઈ ત્રીજા ક્રમે રહીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો. મીરાબાઈએ સિલ્વર મેડલ ક્ધફર્મ કર્યો હતો. આ પ્રતિયોગિતામાં ચીનની જિયાંગ હુઇહુઆએ ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા અને સ્નેચમાં 93 કિગ્રા વજન ઉચક્યું હતું. આ રીતે તેણે કુલ 206 કિલો વજન ઉઠાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.