Tuesday, April 7, 2026
Homeરાજ્યજામનગરભાવિ ભરથાર દ્વારા આચરાયેલા દુષ્કર્મથી સગીરા કુંવારી માતા બની...!

ભાવિ ભરથાર દ્વારા આચરાયેલા દુષ્કર્મથી સગીરા કુંવારી માતા બની…!

નિકાહના 20 દિવસ પહેલાં સગીરાને પ્રસૂતિની પીડા : જી. જી. હોસ્પિટલમાં બાળકને જન્મ આપી કુંવારી માતા બની : પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી ભાવિ ભરથારની ધરપકડ

જામનગર શહેરમાં રહેતી સગીરાના નિકાહના 20 દિવસ પહેલાં જ પ્રસૂતિ પીડા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેણીએ પુત્રાને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ સગીરા ઉપર તેના જ ભાવિ ભરથારે લગ્ન પહેલાં  આચરેલા દુષ્કર્મને કારણે સગીરા કુંવારી માતા બની હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ શહેરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં યુવાનની સગીરા પુત્રીના નિકાહને 20 દિવસનો સમય બાકી હતો તે પહેલાં જ સગીરાને પ્રસૂતિની પીડા થવાથી તેણીને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં સગીરાના નિકાહના 20 દિવસ પહેલાં કુંવારી માતા બનતા આ મામલે પૂછપરછ હાથ ધરાતા તપાસ દરમ્યાન સગીરાને ભાવિ ભરથારે સગીરા તેણીના ઘરે એકલી હતી તે દરમ્યાન અવારનવાર દુષ્કર્મ આચરતો હતો અને આ દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી. ત્યારબાદ પોલીસે કુંવારી માતા બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી સગીરાના ભાવિ ભરથારની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular