Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરના વેક્સીનેશન સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા મંત્રીઓ

શહેરના વેક્સીનેશન સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા મંત્રીઓ

કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લીધી

- Advertisement -

કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના વિવિધ વેક્સિનેશન સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ શહેરના કામદાર કોલોની તથા વિશ્રામ વાડી ખાતે આવેલ શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં ચાલી રહેલ વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા તથા વ્યવસ્થા ચકાસી હતી તેમ જ વેક્સિન લેનારા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અહીં કરવામાં આવતા રસીકરણ, કોવિડ ટેસ્ટ અંગેની વ્યવસ્થા, આવશ્યક દવાઓની ઉપલબ્ધિ વગેરે બાબતે માહિતી મેળવી હતી. સાથે સાથે મંત્રીઓએ શહેરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા તેમજ સંસ્થા ખાતેની કોવિડ અંગેની અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ નિહાળી સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી મેરામણ ભાટ્ટુ, પુર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટરઓ દિપ્તીબેન ખેતીય, હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, શારદાબેન વિંજુડા, કમિશનર સતિષ પટેલ, ડે.કમિશનર ભાર્ગવ ડાંગર સહિતના પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular