ડો.જ્યેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણા અને માર્ગદર્શનથી જામનગર મહાનગરપાલિકાના સહયોગથી તેમજ ધી લાઈફ એજ્યુ.એન્ડ ચેરી.ટ્રસ્ટ( દિનેશભાઇ ચુડાસમા) રાધે કિશન ચેરી.ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરાબા રામસિંહ જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય, શરૂ સેક્સન રોડ,જામનગર ખાતે આયસોલેશન કોવિડ કેર સેન્ટની શનિવારે ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પ્રવિણસિંહ જાડેજા તેમજ નયનાબા જાડેજા, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિ દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી. નયનાબાએ નિ:શુલ્ક મીથીલીન બ્લુ દર્દીઓને આપેલ હતું. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેયર બીનાબેન કોઠારીએ દર્દીઓ સાથે વાતચીત કરી આશ્ર્વાસન અને હિંમત આપી હતી.
આયસોલેશન કોવિડ કેર સેન્ટરની પ્રવૃત્તિ અને દર્દીઓને આપવામાં આવતી મેડિકલ સુવિધા વિશે દિનેશભાઇ ચુડાસમા (ધી લાઈફ એજ્યુ.ચેરી.ટ્રસ્ટ) અને દિલીપસિંહ જેઠવા (પ્રદેશ મહામંત્રી-અ. ગુ.રાજપૂત યુવા સંઘ) દ્વારા આપવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટી સરદારસિંહ જાડેજા, શહેર પ્રમુખ ભગવતસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી ઘનશ્યામસિંહ ઝાલા અને દિલીપસિંહ જાડેજા તેમજ રાજપૂત સમાજને કોરોના મહામારી રોગમાં મેડિકલ સહાય કરનાર ડો. વિરેન્દ્રસિંહ જાડેજા અને ડો. શૈલેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહેલ હતી. મંત્રી ધર્મેન્દ્રસિંહ, મેયર બીનાબેન કોઠારી અને નયનાબા જાડેજા દ્વારા આયસોલેશન કોવિડ કેર સેન્ટરની પ્રસંશનીય સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.