Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરરાજ્યમંત્રી રીવાબા જાડેજા પોતાના શિક્ષણ વિભાગના ક્ષેત્રમાં એક્શન મોડમાં - VIDEO

રાજ્યમંત્રી રીવાબા જાડેજા પોતાના શિક્ષણ વિભાગના ક્ષેત્રમાં એક્શન મોડમાં – VIDEO

શિક્ષણના ગુણવત્તા સુધાર માટે વિભાગના વિવિધ લોકો સાથે ચર્ચા કરી

શિક્ષણ ક્ષેત્રમાં સુધાર અને પારદર્શકતા લાવવા માટે રાજ્યમંત્રી રીવાબા જાડેજા સતત સક્રિય બની એકશન મોડમા આવ્યા છે. તાજેતરમાં તેમણે સીઆરસી કો-ઓર્ડિનેટર સાથે બેઠક યોજી હતી, જેમાં શિક્ષણ ક્ષેત્રની હાલની સ્થિતિ, શિક્ષકોને આવતી અડચણો અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -

બેઠક દરમિયાન રાજ્યમંત્રીએ શિક્ષણ વિભાગને વધુ આધુનિક, અસરકારક અને ગતિશીલ બનાવવા માટેના સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે શિક્ષણમાં આધુનિકતાની પાંખ મળે છે, ત્યારે શિક્ષણ વધુ પારદર્શક અને પ્રેરણાદાયક બને છે.

- Advertisement -

શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ વિવિધ લોકો સાથે સીધી વાતચીત દ્વારા વ્યવસ્થાની સ્થિતિ સમજવી અને મેદાન સ્તરે પડકારોને સમજવા માટે રીવાબા જાડેજા એક નવી પહેલ હેઠળ સીધા શિક્ષકો સાથે જોડાઈ રહી છે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા દરમિયાન તેમણે એક CRC શિક્ષક બહેન સાથે વિડીયો કોલ મારફતે ચર્ચા કરી હતી.

- Advertisement -

આ ચર્ચા દરમિયાન શિક્ષક બહેને પોતાના શાળાના અનુભવો, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓની ભાગીદારી અંગે માહિતી આપી હતી. રાજ્યમંત્રીએ શિક્ષક બહેનના કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવી ચર્ચાઓથી શિક્ષણમાં વધુ ગુણવત્તા અને પ્રેરણા આવશે.

રીવાબા જાડેજાએ વધુમાં કહ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી અને માનવીય મૂલ્યોના સંકલન દ્વારા શિક્ષણને નવા આયામ આપવા માટે પ્રતિબદ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular