રાજયકક્ષાના મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા (અ.જા.ક.) મંત્રી મનિષાબેન વકીલ આવતીકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. સૌ પ્રથમ તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જશે. ત્યાર બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગને લગતી કામગીરી અંગે સ્થળ મુલાકાત કરશે. મુલાકાત બાદ તેઓ જામનગર જવા રવાના થશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -