અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા ઘોષિત કાર્યક્રમ ’ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આવતીકાલે તા. 26ના રોજ બુધ્ધ પૂર્ણિમાના દિવસે એકજ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ કલ્યાણની ભાવનાથી, રોગ મુકત તથા પાવન વાતાવરણ બને, લોકો પુન: વૈદિક સંસ્કૃતિ તરફ વળે, એવા શુભ ઉદેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થનાર છે.
ગાયનું છાણુ, ગાયનું ઘી અને જડીબુટ્ટીની હવન સામગ્રી દ્વારા યજ્ઞ કરવાથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલા રોગના કીટાણુઓ નાશ પામે છે એવું હાલ આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે ત્યારે જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા એક આયોજન મુજબ 24,000 ઘરોમાં આ ગાયત્રી યજ્ઞ થાય તે માટેની ઉપર મુજબની જરૂરી સામગ્રી કીટનું વિતરણ શહેરમાં 24 કેન્દ્રો દ્વારા લોકોને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.તેમજ હજુ કોઈ પરિવાર આ હવન અંગેની કીટ મેળવવામાં બાકી રહી ગયેલ હોય તો ગાયત્રી શક્તિપીઠ પરથી મેળવી આવતી કાલે આ અભિયાનના સહભાગી બની પોતાના ઘરનું તથા સમગ્ર જામનગરનું વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં યજ્ઞ કરવા જામનગરની જાહેર જનતાને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ
હવન અંગેની તમામ સામગ્રી ગાયત્રી શક્તિ પીઠ જામનગર ખાતેથી વિનામૂલ્યે લોકોને મળી રહેશે