Friday, November 22, 2024
Homeવિડિઓકાલાવડ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની મુલાકાત લેતા કૃષિ મંત્રી

કાલાવડ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની મુલાકાત લેતા કૃષિ મંત્રી

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થી જુના માર્કેટિંગ યાર્ડ સુધી રોડ શો યોજાયો

- Advertisement -

કાલાવડમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઇ છે. આજે કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે કાલાવડ એપીએમસી ની મુલાકાત લીધી હતી. શહેરમાં બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમા ને ફુલહાર કરી શહેર અને તાલુકા ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થી જુના માર્કેટિંગ યાર્ડ સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપ કાર્યકતાઓ જોડાયા હતા.

- Advertisement -

ત્યાર બાદ કૃષિમંત્રી રાધવજી પટેલે ચણા લઈને આવેલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને ખેડૂતોને પડતી મુશ્કેલી વિશે અધિકારી ને જરૂરી સૂચના આપી હતી. ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર માં ખેડૂતો નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કાલાવડ તાલુકાના 14900 ખેડૂતો એ રજીસ્ટર કરાવ્યું હતું. તેમાંથી અત્યાર સુધી માં 3600 ખેડૂતો ખરીદી કેન્દ્ર આવ્યા છે. ચાલુ વર્ષે રવિ સીઝનમાં ખેડૂતોએ ચણાનું જે વાવેતર હતું તે કાલાવડ તાલુકામાં મબલક થયું છે. કાલાવડ યાર્ડમાં પણ ગુજકોમાર્શલ દ્વારા આ ખરીદી શરૂ કરવામાં આવી છે અને રોજ અહીં 250 જેટલા ખેડૂતોને ચણા વેચવા બોલાવામાં આવે છે. દરરોજ 250 ખેડૂતો ને મેસેજ દ્વારા બોલાવવા માં આવે છે. તેમાંથી 180 થી વધુ ખેડૂતો ચણા લઈને આવે છે. ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતો ની સગવડતા માટે રવિવારે પણ ચાલુ રાખવામાં આવે છે. સરકારના ટેકાના ભાવ 20 કિલો ના 1046 રૂપિયાથી ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા ને લઈને ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા . ખેડૂતો નું કહેવું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે ખરીદી કેન્દ્ર માં ખૂબ સારી વ્યવસ્થા છે. કાલાવડની સરદાર પટેલ ખેત ઉત્પાદન સહકારી મંડળ દ્વારા ખરીદી કેન્દ્ર નું કામ રાખવામાં આવ્યું છે. મંડળી દ્વારા ખેડૂતો ની સગવડતા માટે ચા પાણી ની વિના મૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. મંડળી દ્વારા ખેડૂતો ને જણાવ્યું છે કે કોઈ પણ મજૂર કે અન્ય કોઈ મંડળી નો વ્યક્તિ ચણા ખરીદી પૈકી માલ ની ગુણવત્તા માટે પૈસા માંગે તો મંડળી ને જણાવવું. મંડળી સભ્યના જણાવ્યા અનુસાર ખેડૂતો ના હિત માટે હંમેશા કામ કરતા રહેશે. અને પારદર્શક વહીવટ કરવાની ખાતરી આપી હતી. ખેડૂતોએ ગુજરાત સરકાર અને કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ નો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular