કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કૌશલ કિશોર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. મંત્રી દ્વારા દ્વારકાના નાગેશ્ર્વર ખાતેથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા કેળવાઈ તે હેતુથી સ્વચ્છ ભારત અભિયાન પ્રારંભ કરાવ્યો હતો. જેના અનુસંધાને સમગ્ર દેશમાંથી નાગરિકો નશામુકત બને તેમજ સ્વચ્છતા કેળવે તે માટે અનિલ પર્વતારોહી નામના યુવક અને તેની ટીમ દ્વારા સમગ્ર દેશમાં આવેલ 12 જ્યોતિર્લિંગની પદયાત્રા કરીને સ્વછતા અને નશામુકત ભારત અભિયાનનો સંદેશો પાઠવશે તેમજ લોકોમાં જાગૃતતા લાવશે. નાગરિકો વિવિધ પ્રકારના વ્યસનથી દુર રહે તેમજ અન્ય લોકોને પણ તેનાથી દૂર રહેવાની પ્રેરણા આપે તેવી અપીલ પણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, અનિલકુમાર પર્વતારોહી નામના યુવક અને તેમની ટીમ દ્વારા દેશમાં 12 રાજ્યોમાં આવેલ 12 જ્યોતિર્લિંગ સ્થળે તેમજ કુલ 41 દિવસ અને આશરે 8 હજારવ કરતાં પણ વધુ કિલોમીટરની પદયાત્રા કરીને આ અભિયાન મથુરા ખાતે પૂર્ણ થશે. આ તકે મામલતદાર દ્વારકા વી.કે.વરૂ, ચીફ ઓફીસર દ્વારકા નગરપાલીકા ઉદય નશિત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.