Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર

જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર

ઠંડા પવનોને કારણે શહેરીજનો ઠુઠવાયા : કંટ્રોલ રૂમના આકડા કરતાં વધુ ઠંડી હોવાનો લોકોને અહેસાસ

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર થયો છે. આમ છતાં ભારે પવનોને કારણે ક્ધટ્રોલ રૂમના આકડા કરતાં વધુ ઠંડી હોવાનો શહેરીજનો અહેસાસ કરી રહ્યાં છે. ખાસ કરીને મોડીરાત્રે તથા વ્હેલી સવારે બર્ફીલા પવનોને કારણે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે.

- Advertisement -

જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી પહોંચી જતાં શહેરીજનોએ તિવ્ર ઠંડીનો સામનો કર્યો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર થયો છે. પરંતુ ભારે પવનનોના કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે અને કલેકટર કચેરીના આકડા કરતાં વધુ ઠંડી હોવાનું પણ શહેરીજનો જણાવી રહ્યાં છે. જામનગર કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા તથા પવનની ગતિ 8.3 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી.

જામનગર શહેરમાં જાન્યુઆરી માસના પ્રારંભ સાથે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધવાની સાથે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. તો બીજીતરફ ઠંડીથી રાહત મેળવવા રાત્રીના સમયે તાપણાનો સહારો પણ લઇ રહ્યાં છે. આ ઉપરાંત ચા-કોફી, સુપ, કાવો જેવી ગરમ ચીજવસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે. તો બીજીતરફ શહેરીજનો અડદીયા, ખજૂરપાક, ઝિંઝરા ચિકી, શેરડી, ખજૂર સહિતની શિયાળુ ચીજવસ્તુઓનો આનંદ પણ ઉઠાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular