જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો 14 ડીગ્રીએ સ્થિર થયો છે. લઘુતમ તાપમાનનો પારો આંશીક ઉચકાયો છે. મહત્તમ તાપમાન હજુ પણ 30 ડીગ્રી આજુબાજુ રહેતુ હોય બપોરના સમયે લોકોને ઠંડીમાં રાહત જોવા મળી રહી છે.
જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ગગળયા બાદ ફરી ઉંચકાયો છે. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો 14 ડીગ્રીએ સ્થિર થયો છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રી, મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી, ભેજનું પ્રમાણ 73 ટકા તથા પવનની ગતિ 4.3 કિ.મી પ્રતિ કલાક નોંધાઇ હતી. જામનગરમાં ઠંડીનો માહોલ જામતો જઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. વહેલી સવારે વ્યવસાય અર્થે જતાં લોકો તથા વિદ્યાર્થીઓને ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. ઠંડીનો માહોલ જામતા બજારો મોડી ખુલ્લી રહી છે.
શિયાળાની સિઝન શરૂ થતાં મોર્નીગ વોક, રનીંગ, યોગા, કસરતો કરનારા લોકોની સંખ્યા પણ વધતી જઇ રહી છે. ધીમે ધીમે ઠંડીની અસર વધતા શહેરીજનો મોડી રાત્રે હરવા ફરવાનું ધીમે ધીમે ટાળી રહ્યા છે.


