Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત ચાર મહાનગરોમાં હવે મિની મેટ્રો

જામનગર સહિત ચાર મહાનગરોમાં હવે મિની મેટ્રો

વર્ષના અંત સુધીમાં ફ્રાન્સની કંપની તૈયાર કરશે પ્રોજેકટ રિપોર્ટ

- Advertisement -

ગુજરાતમાં અમદાવાદ તથા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી વિવિધ તબકકે આગળ ધપી જ રહી છે ત્યારે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. ફ્રાંસની કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે.

- Advertisement -

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વડોદરા, રાજકોટ, જામનગર તથા ભાવનગરને મેટ્રો રેલ સેવા આપવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે અને ફ્રાન્સની ક્ધસલ્ટીંગ કંપની ‘સિસ્ત્રા’ને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને વર્ષાંત સુધીમાં વિસ્તૃત પ્રોજેકટ રીપોર્ટ આપવા કહેવામાં આવ્યુ છે. જો કે ઓછી વસતીને ધ્યાને રાખીને તથા પ્રોજેકટ ખર્ચ નીચો રાખવા માટે મેટ્રો નીયો તથા મેટ્રો લાઈટ પ્રોજેકટ હાથ ધરવાનું આયોજન છે. મેટ્રો રેલ કોર્પોરેશનના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ચારેય શહેરોમાં મેટ્રો નીયો અથવા મેટ્રો લાઈટ પ્રોજેકટ તૈયાર કરાશે.

મૂળભૂત મેટ્રો રેલ પ્રોજેકટ કરતા આમાં ખર્ચ ઘણો ઓછો થાય છે. ફ્રાંસની કંપનીએ કામ શરૂ કરી દીધુ છે અને 2022ના અંત સુધીમાં વિસ્તૃત પ્રોજેકટ રીપોર્ટ તૈયાર થઈ જવાની શકયતા છે.

- Advertisement -

રાજયના શહેરોના લાંબાગાળાના વિકાસને લક્ષ્યમાં રાખીને જ ચારેય શહેરો માટે મેટ્રો રેલ સેવા માટેની યોજના નકકી કરવામાં આવી છે. આ પ્રોજેકટની જવાબદારી મેટ્રો રેલ કોર્પોરેશનને આપવામાં આવી છે. વિસ્તૃત પ્રોજેકટ રિપોર્ટ અંતર્ગત ફ્રાંસની કંપની મેટ્રો રેલ સેવા માટેના સંભવિત ઓપરેટીંગ કોરી ડોર, ટ્રાફીક ડીમાંડ, દરેક શહેરમાં વિકાસની તક, ફીઝીબીલીટી સહિતના પાસાઓનો સર્વે કરીને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે. આ કંપની જાહેર પરિવહન ક્ષેત્રની ટોચની ક્ધસલ્ટીંગ કંપની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular