Friday, January 2, 2026
Homeરાજ્યજામનગરજામનગર બાયપાસ પાસેથી દોઢ કરોડની ખનિજચોરી ઝડપાઇ - VIDEO

જામનગર બાયપાસ પાસેથી દોઢ કરોડની ખનિજચોરી ઝડપાઇ – VIDEO

જામનગર બાયપાસ પાસેથી ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજચોરી કરતાં પાંચ જેટલા વાહનો ઝડપી લઇ રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર બાયપાસ પર ખનિજચોરી થતી હોવાની બાતમીના આધારે જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર કચેરીના નિખિલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતિકભાઇ, રજનીકાંતભાઇ સહિતની ટીમ દ્વારા રેઇડ દરમ્યાન જય ક્ધસ્ટ્રક્શનની માલિકીના જીજે10 ટીએક્સ 5629 નંબરનું ડમ્પર, ગૌરવભાઇ સુરેશભાઇ પુનાતરની માલિકીનું જીજે10 ટીવાય 7030 નંબરનું ડમ્પર, કલ્પેશભાઇ દયાલાલ કટેશિયાની માલિકીનું જીજે09 ઝેડ 2635 નંબરનું ડમ્પર, પ્રકાશભાઇ અઘારિયાની માલિકીનું જીજે10 ટીવાય 2375 નંબરનું ડમ્પર તથા તેમની જ માલિકીનું જીજે10 ટીવાય 5372 નંબરના ટેમ્પર દ્વારા સાદી રેતી અને બ્લેક ટ્રોપ ખનિજની રોયલ્ટી વગર ખનન કરતાં ઝડપી લઇ અંદાજિત દોઢ કરોડ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular