Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરVIDEO : દૂધ બંધ કરાવવા શહેરમાં માલધારીઓએ મચાવ્યો ઉધામો

VIDEO : દૂધ બંધ કરાવવા શહેરમાં માલધારીઓએ મચાવ્યો ઉધામો

જામનગરમાં રસ્તા પર નિકળી પડયા માલધારીઓના ટોળા : દૂધ વિતરણ બંધ કરાવતા પોલીસે કરી દરમિયાનગીરી

ઢોર નિયંત્રણ કાયદો રાજ્ય સરકારે પરત મંગાવી લીધો હોવા છતાં અન્ય 11 માંગણીઓ સાથે રાજ્યના માલધારીઓએ આજે આપેલા દૂધ બંધના એલાન અંતર્ગત માલધારી સમાજના આગેવાનો અને લોકોએ જામનગર શહેરમાં દૂધ વિતરણ બંધ કરાવવા માટે ઉધામો મંચાવ્યો હતો. શહેરમાં આવેલી દૂધની ડેરીઓ, ચા ની રેંકડીઓ, હોટલો વગેરે સ્થાનો પર માલધારીઓના ટોળા પહોંચી ગયા હતાં. રણજીતનગરમાં માલધારીઓએ દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં માલધારી યુવાનોએ શહેરમાં બાઈકરેલી યોજી હતી. શહેરમાં ફરતા માલધારીઓના ટોળાને ધ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પંચેશ્ર્વરટાવર પાસે પોલીસ અધિકારીઓ દ્વારા માલધારીઓને સમજાવવામાં પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular