જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા આધેડએ એક વર્ષ પહેલાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ આંખમાં દેખાતું બંધ થઇ થતાં જિંદગીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરની નાગેશ્ર્વર કોલોનીના હુસેની ચોકમાં રહેતાં નરસીભાઇ લક્ષ્મણભાઇ બાંભણિયા (ઉ.વ.50) નામના આધેડએ એક વર્ષ પહેલાં એક આંખમાં ઓછું દેખાતું હતું. દવા પણ ચાલુ હતી. ત્યારબાદ એક વર્ષ પહેલાં આંખનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન પછી ફરીથજી આંખમાં ઓછું દેખાતા ઝિંદગીથી કંટાળી શુક્રવારે બપોરના સમયે પોતાના ઘરે પતરામાં લગાડેલ લોખંડના એંગલમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર અજય દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં તેણે આધેડને તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


