મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 1લી ઓગસ્ટથી રૂા. 10 હજાર કે તેથી વધુ રકમનું બિલ ઓનલાઇન ભરવાનો કતવો બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીમાં ગ્રાહ્કોનું આર્થિક ભારણ વધ્યું છે. એમજીવીસીએલના નિંયમ મુજબ રહેણાંક, હાઈટેન્શન અને ઔધોગિક એક્મના ગ્રાહકોને 1લી ઓગસ્ટથી રૂા. 10 હજાર કે તેની વધુ રકમનું બિલ ઓનલાઇન ભરવું 5ડશે. હાઈટેન્થન અને લો ટેન્શન ઔઘોગિક ગ્રાહકોને બિલ રજિસ્ટર્ડ ઇમેલ અને મોબાઇલ નંબર પર મળશે.
ઓનલાઇન પેમેન્ટ માટે ગ્રાહકોને પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.82 ટકા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની ક્ધવીનિઅન્સ કી, 18 ટકા જીએસટી અલગથી ચુકવવો પડશે. ઉલ્લેખનિય છે કે, રૂા.10 હજારથી ઓછી રકમના બિલ ઓફ લાઇન ભરી શકાશે.